ગુજરાતી ભાષામાં નીટ અને જેઇઇ પરિક્ષાઓની તૈયારી માટે સાઇગેટ (SCIGATE) એપ લોંચ કરાઇ.

  સમગ્ર ગુજરાતના સરકારી મેડીકલ કોલેજ માટે નીટ અને IITs માટે જેઇઇની પરિક્ષા માટે તનતોડ મહેનત કરતાં વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર છે. આ વિદ્યાર્થીઓ તેમના ઘરેથી જ અનુકૂળ રીતે પરિક્ષાની તૈયારી કરીને અપેક્ષિત લક્ષ્ય હાંસલ કરી શકે તે ઉદ્દેશ્યથી સાઇગેટ એપ લોંચ કરવામાં આવી છે.દર વર્ષે સમગ્ર ભારતમાં લાખો વિદ્યાર્થીઓ નીટ અને જેઇઇની તૈયાર કરી છે અને તેમાં ગુજરાતી વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા 80,000ની આસપાસ છે. જોકે, તૈયાર કરવા સંબંધિત સચોટ માર્ગદર્શન અને નિષ્ણાંત ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓ તેજસ્વી હોવા છતાં પણ આશાસ્પદ પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે છે.

    આ સમસ્યાના ઉકેલ માટે એજ્યુટેક કંપનીના સ્થાપક સાદિક ઘાંચી દ્વારા સાઇગેટ નામની અનોખી એપ લોંચ કરવામાં આવી છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ આ એપ ઉપર દરેક વિષયના બે વિષય એક્સપર્ટ્સ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયરૂપ બનશે. આ ઉપરાંત ચેલેન્જર ઝોનમાં દર 15 દિવસે પરિક્ષા અને ચેલેન્જર્સ માટે આકર્ષક ગિફ્ટ્સ, વન-ઓન-વન લાઇવ પર્સનલ કાઉન્સિલિંગ તથા વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ સહિતની વિશેષતા ધરાવતી એપ વિદ્યાર્થીઓને વન-સ્ટોપ-સોલ્યુશન પ્રદાન કરશે.આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં સાદિક ઘાંચીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આજે અમે એપ લોંચ કરતાં ખૂબજ ઉત્સાહિત છીએ. અમારા પાયલોટ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ એપ ડાઉનલોડ કરી છે અને આગામી થોડાં સમયમાં ડાઉનલોડ્સમાં નોંધપાત્ર વધારો થવાનો અમને વિશ્વાસ છે.

   તેમણે ઉમેર્યું હતું કે, અમે વિદ્યાર્થીઓને ખૂબજ સરળ રીતે સમજણ પડે તે માટે વિશિષ્ટ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. અમારા અનોખા મોડલથી તેઓ ખૂબજ સરળ પ્રકારે નીટ અને જેઇઇ ની તૈયારી કરીને સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ બનશે.ઉલ્લેખનીય છે કે રૂ. 5 હજારથી પણ ઓછી વાર્ષિક ફી ચૂકવીને વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવશે. આ એપ ગુગલ પ્લે ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે તથા તેની ઉપર અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓના શિક્ષકો સાથે બીજી ભાષાઓના ફેકલ્ટીઝને પણ સામેલ કરવા ઉપર SCIGATE કેન્દ્રિત છે.

Previous Post Next Post