ઇડર શહેરમાં ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી: મિસાઈલ આકર્ષણનું કેન્દ્ર બની.

     સાબરકાંઠા જીલ્લાના ઇડર શહેરમાં ઇદે મિલાદ પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી રહી હતી. જુમ્મા મસ્જિદ સહિત સમગ ટાવર , મદની સોસાયટી અને કસ્બા વિસ્તાર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઊઠ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના પરંપરાગત માર્ગો પર ઝુલુસ નિકળ્યું હતું જેમાં કે "ઓપરેશન સિંદૂર " આધારે તૈયાર કરાયેલી મિસાઈલ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. ઝુલુસ બાદ શાનદાર તકરીર કરવામાં આવી હતી. 

     સમગ ઝુલુસનું સંચાલન મદની યંગ કમિટી અને યોમે શહાદત કમિટીએ કર્યું હતું. જયારે નિયાજની વહેંચણીમાં કેવાયસી કમિટીના સભ્યોએ તનતોડ મહેનત કરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઇદે મિલાદની ભવ્ય ઉજવણી કસ્બા જમાતના પ્રમુખ હાજી હારૂન (રાજા)દોલતખાન પઠાણ, ચેરમેન સઇદ સૈયદ, માજિદ પઠાણ (સંજય ) સરફરાઝ નાગોરી સહિત કારોબારી સભ્યોએ અહમ ભૂમિકા નિભાવી હતી.



Previous Post Next Post