એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, UAE, હોંગકોંગ અને ઓમાન - કુલ આઠ ટીમો એશિયા કપનો ખિતાબ જીતવા માટે સ્પર્ધા કરશે. ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે, જેમને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે.
ભારતે 8 વખત જીત્યું છે ટાઈટલ
ટીમ ઈન્ડિયા એશિયા કપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. ભારતે આ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં 8 વખત જીતી છે અને આ વખતે તેનું લક્ષ્ય સતત 9મી વખત ટ્રોફી કબજે કરવાનું રહેશે. ભારતીય ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઘણા યાદગાર રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ એક એવી સિદ્ધિ છે જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. આ રેકોર્ડ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના નામે છે.
સચિનના નામે એક અનોખો રેકોર્ડ
સચિન તેંડુલકર એશિયા કપના ઈતિહાસમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે, જેને 500 થી વધુ રન બનાવ્યા છે અને 15 થી વધુ વિકેટ લીધી છે. અન્ય કોઈ ભારતીય ખેલાડી તેના ઓલરાઉન્ડ રેકોર્ડની નજીક પહોંચી શક્યો નથી. આ જ કારણ છે કે સચિન તેંડુલકરનો રેકોર્ડ હજુ પણ એશિયા કપની સૌથી ખાસ સિદ્ધિઓમાંનો એક માનવામાં આવે છે.
સચિન તેંડુલકરે એશિયા કપમાં કુલ 23 મેચ રમી હતી. તેને 21 ઈનિંગમાં 971 રન બનાવ્યા હતા, જેમાં ઘણી યાદગાર ઈનિંગ છે. તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં ભારત માટે ત્રીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સચિનનું પ્રદર્શન ફક્ત બેટથી જ નહીં પરંતુ બોલિંગમાં પણ ઉત્તમ હતું. તેને એશિયા કપમાં કુલ 17 વિકેટ લીધી હતી.
