રુંવાટા ઉભા કરી દેશે જાનકી બોડીવાલાની ખૌફનાક ફિલ્મ 'વશ 2', જાણો દર્શકોને કેવી લાગી

    Vash Level 2 Review: 'શૈતાન' ફેમ જાનકી બોડીવાલા ફરી એકવાર ચર્ચામાં છે. ગુજરાતી ફિલ્મ 'વશ' માં આર્યા અને પછી તેની હિન્દી રિમેક 'શૈતાન' માં અજય દેવગણ સાથે તેણે દરેક દર્શકનું દિલ જીત્યું હતું. હવે તે 'વશ લેવલ 2' માં જોવા મળી રહી છે. ચાલો જાણીએ દર્શકોને વશનો આ બીજો ભાગ કેવો લાગ્યો…

   જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને હિતેન કુમાર અભિનીત ગુજરાતી ફિલ્મ 'વશ' 2023 માં રિલીઝ થઈ હતી. આ થ્રિલરને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. આ મૂવીએ બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ એવોર્ડ અને સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે જાનકી બોડીવાલાએ રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યા.

    આ ગુજરાતી ફિલ્મ 'વશ' થી પ્રભાવિત થઈને અજય દેવગણે હિન્દી ફિલ્મ 'શૈતાન' બનાવી હતી. હવે ગુજરાતી ફિલ્મ 'વશ' નો બીજો ભાગ 'વશ લેવલ 2' આજે એટલે કે 27 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ વશીકરણ અને કાળા જાદુની એક ડરામણી વાર્તા છે. સોશિયલ મીડિયા પર તેના રિવ્યૂ પણ આવવા લાગ્યા છે. એક તરફ જ્યાં 'વશ' ને બધાએ પસંદ કરી હતી, ત્યાં 'વશ 2' ને ચાહકો તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.

દર્શકોને કેવી લાગી Vash Level 2

   એક યુઝરે ટ્વિટ કર્યું કે શાનદાર #વશ 2, થિયેટરમાં એક અદ્ભુત અનુભવ". જ્યારે અન્ય એક X યુઝરે લખ્યું કે #વશ 2 એકવાર જોવા લાયક સિક્વલ છે. પહેલો ભાગ શાનદાર છે અને બીજો ભાગ અધૂરો છે, જેનો ક્લાઈમેક્સ થોડો ધીમો છે. જાનકી બોડીવાલાનું પરફોર્મન્સ સારું છે. હિતુ કનોડિયા એક સ્ટાર છે. વશ અને શૈતાનનો એકંદર પ્રભાવ ગાયબ છે પણ જોવા લાયક ફિલ્મ છે.

   અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે પહેલા ભાગનું નામ લેવલ 2 હોવું જોઈએ અને આ ભાગનું લેવલ 1… લેવલ 2 માં માત્ર સેટ્સ અને પ્રોડક્શન વેલ્યુ વધતી જોવા મળશે, પરંતુ જે તીવ્ર ડાર્ક થ્રિલની લાગણી હતી તે પહેલા ભાગની સરખામણીમાં ઘણી ઓછી હતી. તેમણે ફિલ્મને 6/10 રેટિંગ આપ્યું હતું.

   શું શૈતાન 2 આવશે?

   લાંબા સમયથી 'શૈતાન 2' ને લઈને વાત ચાલી રહી છે. પરંતુ હજુ સુધી એ પુષ્ટિ થઈ નથી કે અજય દેવગણ અભિનીત ફિલ્મના નિર્માતા 'વશ લેવલ 2' ની રિમેક બનાવશે કે કોઈ નવી સ્ક્રિપ્ટ પસંદ કરશે.



Previous Post Next Post