DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં 10-બેડના BMT યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

       ગુજરાતમાં થેલેસેમિયા દર્દીઓને યોગ્ય સારવાર આપવાના વિઝન સાથે, DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા આજે અમદાવાદમાં નવા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂરિયાત સતત વધી રહી છે અને તે જરૂરિયાત પૂર્ણ કરવા માટે, આ નવા કેન્દ્રમાં વિશિષ્ટ બાળરોગ 10 BMT બેડ, આવશ્યક એફેરેસીસ સંભાળ સુવિધાઓ અને આઉટપેશન્ટ સેન્ટર પણ છે. આ કેન્દ્રમાં 4 ડોક્ટરો અને 14 નર્સો સહિત 26થી વધુ વ્યાવસાયિકો સેવા આપે છે જે દર્દીઓને શક્ય શ્રેષ્ઠ સંભાળ આપશે. આ નવા યુનિટનું સંચાલન, અમદાવાદની હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પરિસરમાં Cure2Childrenની તબીબી સલાહ સહાય સાથે બિન-લાભકારી સંસ્થા સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.


     Cભારતના લોકો સામે ગંભીર આરોગ્યસંભાળ પડકારો હોય છે: દર વર્ષે 12,000થી વધુ બાળકોને જન્મ સાથે થેલેસેમિયા રોગ હોય છે, જે વારસાગત રક્ત વિકૃતિ છે જેના લીધે ગંભીર એનિમિયા થાય છે. આવા બાળકોને ઘણીવાર આજીવન રક્તદાનની જરૂરિયાત હોય છે, અને જો તેઓને યોગ્ય સારવાર આપવામાં ન આવે તો, તે પૈકી ઘણા બાળકો 20 વર્ષથી વધુ સમય સુધી જીવિત રહેતા નથી. તેમના માટે એકમાત્ર ઉપચાર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન વિકલ્પ છે, પરંતુ નાણાકીય અને લોજિસ્ટિકલ અવરોધોને કારણે અનેક લોકો માટે તેની ઍક્સેસ મર્યાદિત હોય છે.

       આ સારવારને વિસ્તૃત કરવા માટે, DKMS એ તેના એક્સેસ ટુ ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ દ્વારા નવા BMT યુનિટને ભંડોળ આપવા માટે 31.15 મિલિયન ભારતીય રૂપિયા (આશરે 350,000 યુરો)ની સહાય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. DKMSના ગ્લોબલ CEO ડૉ. એલ્કે ન્યુજાહરે કહ્યું કે, "અમદાવાદમાં BMT યુનિટને ભંડોળ આપીને, અમે જીવનરક્ષક સંભાળ તમારા નજીકના વિસ્તારમાં લઈ આવ્યા છીએ, આ રોગની સારવારમાં આવતા અવરોધો ઓછા કરવા અને એવા પરિવારોને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેમને સારવાર લેવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. અમારું સ્વપ્ન ભારતમાં થેલેસેમિયાથી પીડિત દરેક બાળકને નવજીવન આપવાનું છે – અને તેમનું સ્મિત પરત લાવવા, તેમની વૃદ્ધિ સાથે તેઓના સારા ભવિષ્યને સ્વીકારવાની એક તક આપવા ઈચ્છીએ છીએ".

     સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ રજત કુમાર અગ્રવાલે કહ્યું કે, "2018થી DKMS સાથેના અમારા સહયોગથી ભારતમાં 570થી વધુ બાળકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, અમદાવાદમાં આ નવા અને વિસ્તૃત યુનિટમાં દર વર્ષે 120 બાળકોની સારવાર કરવી શક્ય છે, અને તેનાથી વધુ સંખ્યામાં બાળકોના જીવન બચાવી શકાય છે અને તેઓ સુખી જીવન ફરીથી જીવી શકે છે. આ કેન્દ્ર થેલેસેમિયાના પડકારોનો સામનો કરી રહેલા પરિવારો માટે આશા અને ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે.

    DKMSના સ્થાપક પીટર હાર્ફના સ્વર્ગસ્થ પત્ની મેચટિલ્ડ હાર્ફની સ્મૃતિમાં, DKMS દ્વારા આ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે અને આ ભારતમાં તેમનું બીજું BMT યુનિટ છે. Cure2Children સાથેના સહયોગથી અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત 2021થી બેંગ્લોરમાં સ્થાપિત તેમનું પ્રથમ BMT યુનિટ, થેલેસેમિયાથી પીડાતા 460થી વધુ બાળકો પર સકારાત્મક અસર કરી રહ્યું છે.

    આ નવા BMT યુનિટનું ઉદ્ઘાટન થતાં તે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આરોગ્યસંભાળના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેના દ્વારા માત્ર મહત્ત્વપૂર્ણ સારવારની એક્સેસ જ સરળ બનશે નહીં પરંતુ અસ્થિ મજ્જા પ્રત્યારોપણ (બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન)ના ક્ષેત્રમાં કુશળતાના વિકાસમાં પણ યોગદાન આપશે.

Previous Post Next Post