માતોશ્રી વૃધ્ધાશ્રમ દ્વારા અમદાવાદનાં અલગ અલગ વિસ્તારમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે, છેલ્લા 2 મહિનાથી અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.માતોશ્રી વૃધ્ધાશ્રમ પહેલે થી જ ગુજરાત રાજ્ય તથા દેશના અલગ અલગ રાજ્યમાં પોતાની સેવા કાર્ય માટે અલગ ઓળખ ઊભું કરવામાં આગળ રહ્યું છે, તેવા માં ઠંડી ની શરુઆત થતાં જ અમદાવાદ નાં વિસ્તારો જેવા કે રાણીપ, વાડજ, એરપોર્ટ રોડ જ્યાં મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકો જોવા મળતા હોઈ છે તેવી જગ્યા એ 550 થી પણ વધુ ધાબળા નું વિતરણ કર્યું છે અને સઁસ્થા આવા કાર્યો આગળ પણ કરતી રહે છે કરતી રહેશે.
માતોશ્રી વૃદ્ધાશ્રમ હંમેશા નિરાધાર નિઃસંતાન વડીલો માટે મદદરૂપ બને છે સંપૂર્ણપણે ફ્રી સેવા આપે છે પોતાના કામ માં વૃદ્ધાશ્રમ સ્ટાફ પણ હંમેશા તત્પર રહે છે જેથી વડીલોને સેવા સારી રીતે મળી રહે.માતોશ્રી વૃદ્ધાશ્રમ અમદાવાદ સુરત અને બોરીવલી મુંબઈ માં કાર્યરત છે છેલ્લા 5 વર્ષ થી નિરાધાર, નિઃસંતાન વડીલો ને નિઃશુલ્ક સેવા પુરી પાડે છે. તમારા ધ્યાન માં પણ કોઈ આવા નિરાધાર નિઃસંતાન વડીલો હોય આસપાસ તો તમે આ વૃદ્ધાશ્રમ ની મુલાકાત અચૂક થી લઇ શકો છો.