ગુજરાતી ફિલ્મ "બબલી બિન્દાસ" ની ટીમ પ્રમોશન માટે રાજકોટ પહોંચી.

      ગુજરાતી ફિલ્મ "બબલી બિન્દાસ" ની સ્ટારકાસ્ટ રાજકોટમાં પોતાની ફિલ્મને પ્રમોટ કરવા પહોંચ્યા હતા જેમાં ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા,ગેન્સી કનેરીયા,મગન લુહાર,કિન્નરી પંચાલ ,રવિ રાવ ,કાર્તિક રાષ્ટ્રપાલ , અજય પટેલ, સતીષ ભટ્ટ, નૈસર્ગ મિસ્ત્રી,અભિમન્યુ સિંહ,અરવિંદ વેગડા અને ફિલ્મના ડાયરેક્ટર વસંત નારકર, પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ છે તેમણે રાજકોટ પહોંચી પોતાની ફિલ્મ નું પ્રમોશન કર્યું હતું.ફિલ્મનું મ્યુઝિક  કૃતાર્થ તળાવિયા એ આપ્યું છે, ફિલ્મના ત્રણે ત્રણ ગીતો સાંભળવા જેવા છે એમાં "મનમાની" લોકોને બહુજ ગમશે. ગાયક કલાકારોમાં દીપક ચૌહાણ, રેચલ, અને અરવિંદ વેગડા એ બહુજ સુંદર કામ કર્યું છે.

      ફિલ્મનું મ્યુઝિક ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે બબલી બિન્દાસ એક હલકી ફૂલકી કોમેડી ફિલ્મ છે જે દર્શકો ને સારો સંદેશો આપી જશે આ ફિલ્મ ની ખાસ વાત તેની સ્ટોરી લાઈન કલાકારો છે જેમણે આમાં અદભુત કામ કર્યું છે.ધણી બધી ગુજરાતી ફિલ્મો આવી પણ આ એક અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે જેમાં દર્શકો પેટ પકડીને હસસે ફૂલ મનોરંજન લઈને થિયેટર માંથી બાહર આવશે. તદ્દન જુદા કોન્સેપ્ટ સાથે આ ફિલ્મ દર્શકો માટે તૈયાર કરવામાં આવી છે.બબલી બિન્દાસ 15 નવેમ્બર એ થિયેટર માં રિલીઝ થવા તૈયાર છે હવે જોવાનું એ રહ્યું દર્શકો ફિલ્મને કેટલું પસંદ કરે છે.

Previous Post Next Post