ભારતનું સૌથી મોટું પારિવારિક વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને બહુભાષી વાર્તાઓ રજૂ કરતું પ્લેટફોર્મ ZEE5, એ તાજેતરમાં જ તેની એક ભવ્ય મૂળ સિરીઝ અને મનોવૈજ્ઞાનિક ડ્રામા 'મિથ્યા - ધ ડાર્કર ચેપ્ટર' નું ટ્રેલર રીલીઝ જર્યુ છે. આ શો કપિલ શર્મા દ્વારા દિગ્દર્શિત અને રોઝ ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શનના સહયોગથી એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે, અને આ શો બે સાવકી બહેનો, જુહી (હુમા કુરેશી દ્વારા ભજવવામાં આવેલ પાત્ર) અને રિયા (અવંતિકા દાસાની આ ભૂમિકા ભજવી રહી છે) વચ્ચે તેમનો બદલો લેવાની ભાવના તેમની લડાઈના જટિલ અને અસ્થિર સંબંધો સાથે પ્રતિશોધની વાર્તા રજૂ કરે છે. તે આ દિવાળી પર ZEE5 પર સ્ટ્રીમ થશે. મિથ્યામાં નવીન કસ્તુરિયા, રજિત કપૂર, ઈન્દ્રનીલ સેનગુપ્તા, અવંતિકા અકેરકર, રુશદ રાણા, ક્રિષ્ના બિષ્ટ પણ સહાયક ભૂમિકા ભજવી રહ્યા છે.
‘મિથ્યા – ધ ડાર્કર ચેપ્ટર’ના ટ્રેલરમાં દર્શકોને બે સાવકી બહેનો જુહી અને રિયા વચ્ચે તીવ્ર મનોવૈજ્ઞાનિક ડ્રામા જોવા મળે છે. જૂહી તેના પુસ્તક "ધુંધ" ની સફળતાથી ઉત્સાહિત છે, ત્યારે તે અચાનક એક રહસ્યમય લેખક, અમિત ચૌધરી (નવીન કસ્તુરિયા દ્વારા ભજવવામાં આવેલ ભૂમિકા) દ્વારા કરવામાં આવેલ સાહિત્ય ચોરીના આરોપોથી તેનું જીવન મુશ્કેલીમાં આવી જાય છે. આ દરમિયાન, રિયા હજી પણ તેના પિતાનો પ્રેમ મેળવવા માટે કાવતરું અને છેતરપિંડી કરી રહી છે, પરંતુ શું તેના આ પ્રેમ અને સ્વીકૃતિ માટેની શોધ અને પ્રતિશોધ ચાલાકીની યુદ્ધમાં પરિવર્તિત થઈ જશે? આ શ્રેણી "લોહી વિરુદ્ધ લોહી" ની રજૂઆત કરે છે અને આ સિરીઝમાં કૌટુંબિક સંબંધોની કસોટી થાય છે, જેમાં આ બંને સ્ત્રીઓ જૂઠ અને કપટની ગંદી રમતના સહારે આગળ વધે છે, અને એકબીજાને નષ્ટ કરવા માટે નૈતિકતાના તમામ ધોરણોનું ઉલ્લંઘન કરે છે.
આ બે બહેનો એકબીજા સામે યુદ્ધ કરી રહી છે, ત્યારે આ વખતે, તેના પરિણામો વધુ ઘાતક થાય છે. જુહી વાર્તાને ઘણી દૂર લઈ જાય છે અને તે રિયા સામે લડત આપે છે. અંતે, પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે, અને બંને બહેનો પ્રતિકાત્મક રીતે સામે આવે છે. ઉપરાંત, અમિતનું પાત્ર આવતા આ બંને બહેનોના જીવનમાં વધુ જટિલતા, નાટક અને મનોરંજન વધે છે, અને આ રીતે આ સિરીઝ વધુ આકર્ષક અને મનોવૈજ્ઞાનિક થ્રિલર બને છે. આ જૂઠાણા અને વેરની લડાઈમાં કોણ જીત મેળવે છે તે જાણવા માટે, 1 લી નવેમ્બરે ZEE5 પર તમારે આ સિરીઝ જોવા માટે રાહ જોવી જ પડશે.
'મિથ્યા - ધ ડાર્કર ચેપ્ટર' ના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવેલ, હુમા કુરેશીએ ઉત્સાહ સાથે કહ્યું કે, “હું ZEE5 પર 'મિથ્યા - ધ ડાર્કર ચેપ્ટર' સિરીઝના પુનરાગમન સાથે અને તેને પ્રમોટ કરવા માટે અમદાવાદની મુલાકાત અંગે રોમાંચિત છું. મારી છેલ્લી ફિલ્મ અહીં શુટ થઈ છે! અમદાવાદમાં શૂટિંગ માટે અનેક દિવસો વિતાવ્યા પછી, આ શહેર હવે મારા માટે એક પરિચિત સ્થળ બની ગયું છે અને હું 'મિથ્યા - ધ ડાર્કર ચેપ્ટર' સિઝન2 ના પ્રમોશન માટે અહીં ફરીથી આવી છું અને તેના માટે ખૂબ જ આનંદિત છું. આ શો ને લીધે એક અભિનેત્રી તરીકે મને એક બિલકુલ અલગ ઓળખ મળી છે – હું આ શો માં એક એવી વ્યક્તિ છું જે સંજોગોને કારણે સંવેદનશીલ બને છે અને વેર વાળે છે. આ ઉત્તેજક, અને આક્રમક ભૂમિકા માટે મારી પસંદગી કરવા બદલ હું નિર્માતાઓનો આભાર માનું છું અને મારા આ પાત્રના જીવનના આગામી પ્રકરણની રાહ જોઈ રહી છું. આ ડ્રામા તેના આઘાતજનક ટ્વિસ્ટ સાથે આગળ વધે છે, અને એનું ટ્રેલર એ આગામી રોમાંચક વાર્તાની માત્ર એક ઝલક છે અને હું દર્શકોને વિનંતી કરું છું કે 1 લી નવેમ્બરના રોજ તેઓ આ શો જોઈને વધુ રોમાંચિત થઈ જશે.
અવંતિકા દાસાનીએ પણ કહ્યું કે, “હું ‘મિથ્યા– ધ ડાર્કર ચેપ્ટર’ ના આગામી ભાગ માટે ખૂબ જ ઉત્સાહિત છું! આ શો સાથે મારું ડેબ્યૂ થયું હતું, અને આ શો સાથે વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે મારા જીવનમાં ખરેખર ઘણું બધુ બદલાઈ ગયું છે. હું આવી અદ્ભુત ટીમ સાથે કામ કરીને ગર્વ અનુભવું છું અને તેમની આભારી છું, અને હું અહી સૌથી નાની હોવાને કારણે, મને આ સમગ્ર કાસ્ટ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. રિયાનું પાત્ર જટિલ અને રસપ્રદ છે, અને આ સિઝન 2 ની સફરમાં આ પાત્ર નવી ઊંચાઈઓ સર કરે છે કારણ કે આ પાત્ર પતિશોધ લેવા માટે વિશ્વાસઘાત પણ કરે છે. હું આગામી રોમાંચક ટ્વિસ્ટનો અનુભવ કરવા માટે દરેક દર્શકોની જેમ સમાન રીતે ઉત્સાહિત છું અને 1 લી નવેમ્બરે ZEE5 પર આ શોના પ્રીમિયરની આતુરતાથી રાહ જોઈ રહી છું”.
નવીન કસ્તુરિયાએ ઉત્સાહ સાથે કહ્યું કે, “આ શો ની પ્રથમ સફળ સિઝન સાથે આ શોનો ભાગ બનવું એ આનંદની વાત છે અને સાથે તેને વધુ સફળ બનાવવાની જવાબદારી પણ છે, અને હું આ તક મળતા ઉત્સાહિત છું. આ ભૂમિકા મેં પહેલાં કરેલી કોઈપણ ભૂમિકાથી વિપરીત છે અને તે દર્શકો માટે કંઈક નવીન અને રસપ્રદ છે. ખાસ કરીને હુમા કુરેશી અને રજિત કપૂર સાથે સ્ક્રીન શેર કરવા અંગે હું ખૂબ જ રોમાંચિત છું, આ બંને અદ્ભુત કલાકારો છે અને તેમની સાથે સ્ક્રીન શેર કરવા સાથે મને તેમની સાથે ખૂબ જ સારો મને ઘણો સારો સમય વિતાવવાનો અવસર મળ્યો છે. ‘'મિથ્યા - ધ ડાર્કર ચેપ્ટર' ની રોમાંચક દુનિયામાં મારું પાત્ર કેવી રીતે રજૂ થાય છે તે જોવા માટે હું દરેક દર્શકો સાથે આતુર છું.ZEE5 પર 1 લી નવેમ્બર 2024ના રોજ 'મિથ્યા - ધ ડાર્કર ચેપ્ટર' પ્રીમિયર થશે!