કિયાન ક્રીએશન દ્વારા જમાઈ અમારા જોરદાર ની ભવ્ય રજૂઆત જેના નિર્માતા નિધિ ઉપાધ્યાય અને વિશાલ મહેતા છે.આ શો નું આયોજન કાલે એચ કે હોલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.આ શો માં કલાકારો નિધિ ઉપાધ્યાય,પ્રથા ટુકડીયા, સૌમ્યા ઠાકર,નીરવ પરમાર,અર્થ જોષી,નીરવ કલાલ અને હેમિન ત્રિવેદી દેખાશે.આ શો ની ભવ્ય સફલતા પછી ફરી એકવાર આ શોનું ધમાકેદાર આયોજન થઈ રહ્યું છે.
આ શોના લેખક વિપુલ વિઠ્ઠલાણી, દિર્ગદર્શક કર્તવ્ય શાહ છે ગીત હરદ્રાર ગોસ્વામી રક્ષા શુક્લ દ્વારા લખવામાં આવ્યા છે .સંગીત જય પરીખ, સેટ દીપક પરમાર અને મેક અપ ચેતન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું છે. નિધિ ઉપાધ્યાય એક એક્ટ્રેસ ની સાથે મોડલિંગ માં પણ ખ્યાતિ ધરાવે છે તેમણે ધણા ડ્રામા ફિલ્મો ઉપરાંત થિયેટર કર્યાં છે.
Tags:
Gujarat