માતોશ્રી વૃધ્ધાશ્રમ દ્રારા આજની પેઢીના વિદ્યાર્થીઓ સાથે વૃધ્ધાવસ્થા વિષય પર ચર્ચા.

     માતોશ્રી વૃધ્ધાશ્રમના પ્રમુખ હમણાં ચર્ચામાં રહેતા હોય છે એ પછી વાડજ પોલીસ સ્ટેશનની "શી" ટીમનુ સન્માન હોય કે પછી "શી" ટીમ સાથે જરુરીયા મંદ સાથેની પ્રવૃતીઓ હોય. અમુક સમયથી વૃધ્ધાશ્રમોમાં વડિલોની સંખ્યા વધતી જોવા મળી રહી છે તેવામાં માતોશ્રી વૃધ્ધાશ્રમના પ્રમુખ આજની પેઢીના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી કે આજની પેઢી પોતાના મા-બાપનો સીડીની જેમ આગળ વધવા માટે ઉપયોગ કરે છે, અને ઉપયોગ કર્યા બાદ એમને ધુત્કારી દેવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સોશિયલ મીડીયાને કારણ બતાવે છે કે લોકો ત્યા અંજાન વ્યકિત સાથે સમય વિતાવાનુ વિચારે છે પરંતુ પોતાના પરિવાર વડિલોથી દુર થતુ જઈ રહ્યુ છે.

    આશિષ ઘેસાણીનું વિદ્યાર્થી સાથેની ચર્ચા બાદ કહેવુ છે કે આજની પેઢી પોતાને હોંશીયાર અને પ્રેકટીકલ ગણે છે પણ એ લોકોએ ભુલી જાય છે કે આજે એ જે મા-બાપને ધુત્કારી રહ્યા છે તેમણે જ તેમને જીવતા શીખવ્યું છે. જે બાળકની ખુશીઓ માટે મા-બાપ પોતાનુ આખુ જીવન ન્યોછાવર કરી નાખે છે એનેના સાચવવા પડે માટે એ લોકો કેમ કારણો શોધે છે ? આગળ આશિષભાઈએ કહ્યુ જે મા-બાપ તેમના બાળકોના પ્હેલા કદમ ચાલવા માં મદદ કરે છે તો વૃધ્ધાવસ્થામાં તેમના અંતીમ કદમમાં બાળકો કેમ સહ્યોગના આપી શકે ? ઘણાબધા લોકોની ધારણા એવી હોય છે કે વૃધ્ધાશ્રમો શાર્પ સમાન છે, વૃધ્ધાશ્રમો હોવા જ ના જોઈએ તો એના જવાબમાં આજના જમાનાનાં યુવાન આશિષ ઘેસાણીએ અંતમાં કહ્યુ કે આ વૃધ્ધાશ્રમ ના કારણે દુનિયામાં કોઈ પણ વડિલને રોડ પર સુવુ નથી પડતું, વૃધ્ધાશ્રમો છે તો જ વડિલો સંચવાય છે બાકી આજની પેઢી તો વડિલોને રોડ પર રખડતા મુકી દે છે જે રોજ જોવુ છું આટલું બોલતાજ આશિષ ઘેસાણી રડી પડ્યા હતાં.

Previous Post Next Post