ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીથી ગુજરાત ભરના ગામડાઓના રસ્તાઓની દશા ખૂબ જ દયનીય બની છે. વરસાદી પાણીને કારણે રસ્તાઓનો ડામર જોવાયો છે અને રસ્તા ઊબડખાબડ બન્યા છે જેના કારણે વાહનચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે હવે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળી છે ત્યારે આ સરકાર પ્રજાની સરકાર હોય તેઓ અહેસાસ કરવા ઉત્સુક બની છે.
વાંચો: માઈ ભક્તો માટે માઠા સમાચાર, આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં
રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ હવે એક નવી પહેલ કરી છે અને તેમણે લોકોને અપીલ કરી છે કે જો તેમના ગામના રસ્તા ખરાબ હોય તો તેઓ whatsapp પર વિગતો મોકલી શકે છે. તમે પણ તમારા ગામના રસ્તાના ચિત્ર સાથેની વિગતો મંત્રીને મોકલી તમારા પ્રશ્ન હલ કરી શકો છો.
