ખાણ માફીયાઓનું આવી બન્યું, રેતી પથ્થર લઈ જતા ટ્રક ઉપર આ સિસ્ટમથી રખાશે નજર.

    રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર રેતી ચોરીની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે રાજ્ય ખાણ ખનીજ વિભાગ દ્વારા મહત્વની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા વ્હીકલ ટ્રેકિંગ મોનીટરીંગ સિસ્ટમ નામની (VTMS)અત્યાધુનિક સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮ થી ગુજરાતમાં ખનીજ બ્લોક્સની હરાજી ઈ- ઓક્શનથી કરવામાં આવી રહી છે.ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે રેત - માઈનિંગ ખનન કરવામાં આવતું હતું. જેનાં ભાગરૂપે ખાણ ખનિજ વિભાગ ધ્વારા રેત અને માઈનિંગ ખનનની કામગીરી વધુ પારદર્શક બનાવવા માટે VTMડ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.આ સિસ્ટમ થકી રાજ્યમાં રજીસ્ટર લીઝ ધારકો દ્વારા ક્યાં વિસ્તારમાં કેટલા પ્રમાણમાં અને કેટલા વજનનાં ખનીજ નું વહન કરવામાં આવે છે. તેની નાનામાં નાની માહિતી કચેરીનાં કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ ખબર પડી જશે. જો કોઈપણ લીઝ ધારક ધ્વારા પરવાના સિવાય કે નિયત વજન કરતાં વધુ માત્રામાં રેત ખનન કે વહન કરવામાં આવ્યું હશે તો VTMSની બાઝ નજરથી બચી શકાશે નહીં.ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા આશરે ૯૦ હજાર વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ VTMS સિસ્ટમ મારફતે કરવામાં આવશે. છે. જેનાં માટે સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે. નોંધણી બાદ GPRS થકી તમામ વાહ્નોનું ટ્રેકિંગ કરાશે. અટકાવી શકાશે.

ખાણ માફીયાઓનું આવી બન્યું, રેતી પથ્થર લઈ જતા ટ્રક ઉપર આ સિસ્ટમથી રખાશે નજર, Mining News, gujarat, News in Gujarat, sabarkatha, Right news

   રેત-માઇનિંગ ખનનની પળેપળની માહિતી રાખવાનાં પાયલોટ પ્રોજેક્ટનો અમદાવાદ બાદ રાજ્યના પાટનગર ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના ૧૩૯ જેટલાં લીઝ ધારકોનાં રજીસ્ટર વાહનોમાં GPS સિસ્ટમ ફીટ કરીને દરેક ગતિવિધિ ઉપર બાઝ નજર રાખવામાં આવનાર છે. હાલમાં ૧૫ જેટલા વાહનોમાં આ સિસ્ટમ ફીટ કરી ટ્રાયલ રન પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમામ પ્રાઇમરી અને સેકન્ડરી લીઝ હોલ્ડરોને ILMS પોર્ટલમાં જોડી દેવામાં આવ્યા છે. જેમાં માઇનિંગ લીઝ, ક્વોરી લીઝ, સ્ટોક ધારક, ઉધોગ નિર્માણ સાથે સંકળાયેલ લોકો, ખનન કરતા વાહનો અને ઉપકરણો તેમજ વે બ્રીજ ધારક સહિતનાને આ પોર્ટલ સાથે જોડી દેવામાં આવ્યા છે.

Previous Post Next Post