ઇડર નાગરિક બેંકની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ભાજપ જ ભાજપને હરાવશે કે પછી ત્રીજો ફાવશે.

 ઇડર નાગરિક સહકારી બેંકની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો ડિરેક્ટર પદ હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે ઇડર નાગરિક બેંકની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો બને એવું ચિત્ર ઊપસ્યું છે કારણ કે, ઘણા લાંબા સમય પછી ભાજપની બે પેનલો આમને-સામને છે. ભાજપમાં જ અંદરોઅંદરના ડખાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નાગરિક બેંકનું પરિણામ જ ભાજપમાં કેટલી હદે આંતર કલહ છે તેનું ચિત્ર સ્પષ્ટ કરશે.

ઇડર નાગરિક બેંકની ચૂંટણીનો જંગ, Ider Citizen Bank election countdown, Idar News, Sabarkatha News, Idargadh, Bjp, Congress, Election, Politics News, Right News, News of Gujarat

  બેંકની ચૂંટણીમાં આ વખતે ૩૨ ઉમેદવારો ચૂંટણી મેદાને  છે. ઈડર નગરપાલિકાના પ્રમુખ, ઇડર ભાજપ શહેર પ્રમુખ ઉપરાંત સાબરકાંઠા જીલ્લાના પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત અને કોંગ્રેસના નેતા ડો. હરીશ ગુર્જર સહિતના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. નાગરિક બેંકના જ નિવૃત્ત અધિકારી અને મુસ્લિમ આગેવાન અબ્દુલ સત્તાર નાગોરીએ પણ ઉમેદવારી નોંધાવી છે. ભાજપની અંદરની લડાઈમાં કોંગ્રેસ તરફી પેનલ કેટલો લાભ ઉઠાવી શકશે તે તો સમય દેખાશે. અત્યારે તો ઇડર નાગરિક સહકારી બેન્કના મતદારોએ કોઈ મન કળવા દીધું નથી. અત્યારે તો ઇડર શહેરમાં એક જ ચર્ચા છે કે નાગરિક બેંકના સત્તાના સિંહાસન એ કોણ બિરાજમાન થશે, મતદારો કોને આશીર્વાદ આપશે અને કોને જાકારો મળશે. હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો ચૂંટણી જંગ જીતવા છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા છે. યાદ રહે કે, કોંગ્રેસ તરફી પેનલે બેંકની ચૂંટણીનો નોકરી કૌભાંડને ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. અને બેંકની સામગ્રી ખરીદીમા થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કરી મતદારોને રીઝવવા પ્રયત્નો કર્યા છે. 

Previous Post Next Post