ઇડર નાગરિક બેંકની ભારે રસાકસી ભરી ચૂંટણી જંગ જામ્યો હતો અને અંતે પરિણામ એવું આવ્યું હતું કે, ભાજપે જ ભાજપના ઉમેદવારોને ઘેર બેસાડ્યા હતા. ભાજપના જૂના જોગીઓ એ ભાજપના નવલોહિયા યુવાઓ ચૂંટણીમાં પરાસ્ત કર્યા હતા.ચૂંટણી પરિણામમાં સૌથી આઘાતજનક વાત એ હતી કે, ઇડર શહેરના ભાજપ પ્રમુખ શશાંક મહેતાની કારમી હાર થઇ હતી. પરિવર્તન પેનલ નો કરુણ રકાસ થયો હતો જ્યારે વિકાસ પેનલના સભ્યોએ ઇડર નાગરિક બેંક પર દબદબો જાળવી રાખ્યો હતો .આ તરફ બેંક બચાવો પેનલમાં ડો. હરીશ ગુર્જરે જીત બરકરાર રાખી હતી. ઇડર નાગરિક બેંકની ચૂંટણીમાં કુલ ૧૬ હજારથી પણ વધુ મતદારો હોવા છતાં માત્ર ૭ હજાર મતદારો એ જ ચૂંટણીમાં રસ દાખવ્યો હતો એટલે માત્ર ૪૩ ટકા જ મતદાન થઇ શક્યું હતું. અડધોઅડધ મતદારોએ ચૂંટણીમાં જાણે રસ જ દાખવ્યો ન હતો. સૌથી વધુ મત પ્રીતિબેન પટેલને મળ્યા હતા.
જ્યારે સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલવાની નીતિ ધરાવતા, શહેર ના વિકાસના કામો હોય કે સામાજિક કોઈ પણ કામ હોય, નાનામાં નાના વ્યક્તિને મદદ કરવાની ભાવના ધરાવતા જયસિંહ તંવર મતદારો એ વધાવ્યા હતા એટલે તેઓ બીજા ક્રમે રહ્યા હતા. ભાજપના અંદરો અંદર ના ડખા ના કારણે પરિવર્તન અને વિકાસ પેનલની આખેઆખી પેનલો જીતી શકી ન હતી. બલ્કે વિકાસ પેનલના સભ્યો એ જીત હાંસલ કરી હતી આ તરફ પરિવર્તન પેનલના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા તે તે પૈકી માત્ર પાંચ ઉમેદવારો ને જીત મળી હતી જ્યારે અન્ય ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. ઇડર નાગરિક બેન્કમાં થયેલા ભ્રષ્ટાચાર ના મુદ્દાને લઈને ચૂંટણી મેદાને ઉતરેલી બેંક બચાવો પેનલને પણ ઝાઝો પ્રતિસાદ મળ્યો ન હતો. માત્ર ડો.હરીશ ગૂર્જર જ જીતી શક્યા હતા જ્યારે બાકીના ઉમેદવારો હાર મળી હતી.
વાંચો: ઇડર નાગરિક બેંકની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ભાજપ જ ભાજપને હરાવશે કે પછી ત્રીજો ફાવશે.
............................................................................................................................
ઇડર નાગરિક બેંકની ચૂંટણી વિજેતા ઉમેદવારોની યાદી
જયસિંહ તંવર પ્રીતિબેન પટેલ
ચિરાગ ગાંધી
મહાવીર દોશી
જે.ટી. ચૌહાણ
એમ .ડી .સોલંકી
કિશન સોની
કુલદીપસિંહ જાડેજા
પીકેશ શાહ
પ્રફુલ સુથાર
મનિષાબેન પંડ્યા
તુષાર મહેતા
ડૉ હરીશ ગુર્જર
Tags:
Gujarat
