ICUથી બહાર આવ્યા બાદ શ્રેયસ અય્યરની પ્રથમ પ્રતિક્રિયા, ચાહકોનો માન્યો આભાર

       ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટર શ્રેયસ અય્યર હાલમાં ગંભીર ઈજાનો સામનો કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચ દરમિયાન તેને ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેની સ્પ્લીન (બરોળ)માં કટ લાગ્યો અને આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) શરૂ થઈ ગયું હતું. સ્થિતિ બગડતાં, તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને બાદમાં ICU માં ખસેડાયો હતો. હવે ઈજા થયા પછી, શ્રેયસનો ફેન્સના નામે પહેલો સંદેશ સામે આવ્યો છે, જે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો છે.


      ઈજા થયા પછી શ્રેયસનો ફેન્સના નામે પહેલો સંદેશ

    શ્રેયસે પોતાની તબિયત વિષે જાણકારી આપતા લખ્યું કે, 'હું આ સમયે રિકવરી પ્રક્રિયામાં છું અને દરરોજ વધુ સારું અનુભવી રહ્યો છું. મને મળેલી તમામ શુભેચ્છાઓ અને સહયોગ માટે હું દિલથી આભારી છું. આ મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. મારા માટે પ્રાર્થના કરવા બદલ આભાર.' 



Previous Post Next Post