Aadhar Card Update 2025: આધાર કાર્ડ ધારક માટે આ ગુડ ન્યૂઝ છે. જોકે 1 નવેમ્બરથી આધાર કાર્ડ સાથે જોડાયેલા આ નિયમોમાં ચેન્જિસ થઈ રહ્યા છે. હવે આધાર કાર્ડ ધારકો નવેમ્બર 2025થી કોઈપણ ડોક્યુમેન્ટ વગર અપલોડ કરી શકશે. આ સાથે તમે તમારું નામ, ડેટ ઓફ બર્થ અને મોબાઇલ નંબર પણ ઓનલાઇન અપડેટ કરી શકશો. જોકે આ માહિતી દરેક વ્યક્તિ માટે ખાસ બની રહેશે.
1 નવેમ્બરથી કયા નિયમો બદલાશે?
- આધારકાર્ડ ધારક નવેમ્બર 2025થી આધાર કેન્દ્રમાં ગયા વગર તમારું નામ, જન્મતિથિ, કેન્દ્ર અને મોબાઇલ નંબર જેવી અનેક પ્રકારની જાણકારી પૂરી રીતે ઓનલાઇન અપડેટ કરી શકશે. આમ, માત્રને માત્ર બાયોમેટ્રિક અપડેટ માટે જ આધાર કેન્દ્ર પર જવાનું રહેશે.
- નવી વ્યવસ્થા હેઠળ, UIDAI તમારી જાણકારી પેન, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, મનરેગા, જન્મ પ્રમાણ પત્ર અને સ્કૂલ રેકોર્ડ જેવા બીજા સરકારી ડેટાબેઝ સાથે જોડીને સ્વચાલિત રૂપથી સત્યાપિત કરશે. જોકે હવે દસ્તાવેજ મેન્યુઅલ રૂપથી અપલોડ કરવાની જરૂર નહીં પડે.
- ઉલ્લેખનીય છે કે UIDAI એ 1 ઓક્ટોબર 2025થી આધાર અપડેટ ફીમાં પણ સુધારો કર્યો છે. આમ, જન્મ તારીખ, મોબાઇલ નંબર તેમજ ઇમેઇલ સરનામું બદલવા જેવા બીજા ડેમિગ્રાફિક અપડેટ્સનો ખર્ચ હવે 75 રૂપિયા વસૂલ કરવામાં આવશે. જોકે પહેલાં આ 50 રૂપિયા હતો. બાયોમેટ્રિક અપડેટ્સ ખર્ચની વાત કરવામાં આવે તો હવે 125 રૂપિયા તમારે ભોગવવાના રહેશે.
Tags:
Technology