ફિલ્મ “મિસરી” – ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી – 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ

      ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિસરી — હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી, જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે. મિસરીની કહાની એક મુક્તભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટરી ઇન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે. તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાસ જમતી જાય છે, ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે — ધીરજ, વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે.

     ચમકદાર ઉર્જા, હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિસરી એક ફીલ-ગૂડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે, જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે — સાદગીભર્યું, લાગણીભર્યું અને સંબંધિત.વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ, મિસરીનું નિર્માણ A Jugaad Media Production દ્વારા, ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ. નાયક દ્વારા કરવામાં આવ્યું છે, અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે. સહ-નિર્માતા છે ધ્રુવિન શાહ, મીત કારિયા, અને જય કારિયા.

     લીડ રોલમાં માનસી પારેખ અને રોનક કામદાર છે.ફિલ્મમાં ટીકૂ તલસાણિયા, પ્રેમ ગઢવી, કવી શાસ્ત્રી, કૌસંભી ભટ્ટ, અને બાળકલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે. સાથે હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે.ફિલ્મના દિગ્દર્શક કુશલ એમ. નાયક કહે છે, “મિસરી એ એક હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે, જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેક હળવો અને મજેદાર હોય છે, ક્યારેક ઊંડો લાગણીસભર, પરંતુ હંમેશાં અસલી અને સાચો હોય છે.”પ્રદર્શન, હાસ્ય અને લાગણીઓનો આ સંતુલન મિસરીને દર્શકો માટે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવે છે, જે ક્રેડિટ્સ પછી પણ મનમાં રહશે.પ્રેમની મીઠાશનો અનુભવ કરો — મિસરી 31 ઓક્ટોબરે નજીકના થિયેટર્સમાં.

Previous Post Next Post