આજના આધુનિક અને ઝડપી યુગમાં સંયુક્ત કુટુંબો તૂટતા જઈ રહ્યા છે. લોકો પોતાની સંસ્કૃતિને ભુલી રહ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો એક બીજાથી દુર થઈ રહ્યા છે. આ બધી સમસ્યાના સમાધાન સ્વરૂપે આજથી 13 વર્ષ પહેલાં એટલે કે 29/7/2007ના ઈશ્વર પરિવારે મહિનામાં એક વાર ભેગા થાવનું નક્કી કર્યું હતું, ત્યાર બાદ દર મહિને એક વાર પરિવારના 71 સભ્યો નક્કી કરેલી તારીખે મળતા હોય છે. આ ઈશ્વર પરિવાર એટલે રાંતેજ ગામના સ્વ. ઈશ્વરલાલ રાવલના ચાર આધારસ્તંભ એટલે કે ચાર ભાઈઓ અનુક્રમે બાબુભાઈ,ચંદુભાઈ,મનુભાઈ અને હર્ષદભાઈનો 71 સભ્યોનો પરિવાર સાથે સાથે સોસીયલ મીડિયાના સદપયોગ કરતા રોજ રાત્રે 9.30 કલાકે પરિવારના તમામ લોકો એકત્રિત થઇને હાજરી પુરાવે છે. તેમ જ રોજ રાત્રે વોટ્સપમાં એક સ્પર્ધા પણ યોજાય છે.
વાંચો: સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, પિતા સલીમને જોગિંગ કરતી વખતે એક પત્ર મળ્યો.
આ પરિવાર દ્વારા ગેટ ટુ ગેધર શરૂ કરવાના મુખ્ય હેતુ આજના આધુનિક યુગમાં પરિવારના દરેક સભ્યોનુ દર ત્રણ મહિને મિલન થાય અને બાળકો પરિવારના સભ્યો સાથે હળી મળીને રહે અને કુટુંબ ભાવના જળવાઈ રહે, એક બીજાની આવડતનો લાભ દરેકને મલે, કોઈ બી મુશ્કેલીનુ નિવારણ સાથે બેસીને કરી શકાય તે માટે દર ત્રણ મહિને એક વાર બધાએ મલવુ એવુ નકકી કરવામાં આવ્યું. 29|7|2007 થી 07/06/2022 સુધીમા કુલ અલગ અલગ સ્થળો જેવા કે ધાર્મિક, ઐતિહાસિક જોવાલાયક સ્થળો પર 48 વાર ગેટ ટુ ગેધર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ ગેટ ટુ ગેધરમા આપણી ભુલાતી જતી ભારતીય સંસ્કૃતિની વાતો કરવામા આવે છે, જેમા આપણી રહેણીકરણી કેવી હોવી જોઈએ, જાહેર જીવનમાં આપણુ વર્તન કેવુ હોવુ જોઈએ, વડીલોની માન મર્યાદા કેવી રીતે રાખવી આ બધું શીખવવામા આવે છે. મિલનના દિવસે સૌ પ્રથમ પ્રાર્થના કરી દરેક માતા પિતાને વંદન કરે,પુર્વજોને શ્રંધ્ધાજલી આપી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવે,રમત રમાડવામાં આવે , કમ ઓન ધ સ્ટેજ કાર્યક્રમ કરવામાં આવે છે. જેમ જેમ ગેટ ટુ ગેધર થતા ગયા એમ એમ નવા નવા કાર્યક્રમ થતા ગયા .પરિવારના દરેક સભ્યોને પ્લેન મા બેસવા મળે એ હેતુ થી એક ગેટ ટુ ગેધર મુંબઈ રાખવામાં આવ્યુ હતુ ,જેમા 1 વર્ષના નાના બાળક થી લઈને 93 વર્ષના દાદીમા પણ આવ્યા હતા.
શીયલ મીડીયાનો સદઉપયોગ કેવી રીતે કરવો અને ટેકનોલોજી દ્વારા કુંટુંબ ને કેવી રીતે જોડી શકાય એ માટે ઈશ્વર પરિવાર દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે. ઈશ્વર પરિવાર લાઈવ કવીઝ છેલ્લા ૩ વર્ષથી દરરોજ રાત્રે વોટસએપ પર કુટુંબના વડીલ સંજયભાઈ દ્વારા 9.30 એક પ્રશ્ર્ન પુછવામાં આવે જેનો જવાબ 2 મિનિટ એટલે કે 9.32 આપવાનો રહે જે સૌથી પહેલા જવાબ આપે એ વિજેતા જાહેર કરવામાં આવે છે. એક મહીના અંતે જેને સૌથી વધારે જવાબ આપ્યા હોય તેને એક ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. દરરોજ રાત્રે નાના મોટા સૌ ૯:૩૦ પહેલા ગ્રુપમાં હાજરી પુરાવે ઓછામા ઓછા 15 સભ્યો થાય એટલે પ્રશ્ર્ન પુછવામા આવે છે.
5 વર્ષ પુરા થાય એટલે આની આખી બુક ઈશ્વર પરિવાર તરફથી બહાર પાડવામા આવશે. આ બુક દરેક વિદ્યાર્થીને ઉપયોગી થશે. આ ક્વીઝની ખાસ વિશેષતા એ છે કે 3 વર્ષ મા એક પણ દિવસ ક્વીઝ મીસ નથી થઈ હોટલ મા જમતા જમતા વરસાદમા પલળતા પલળતા કોઈ પણ સંજોગોમાં ક્વીઝ પુછવામા જ આવે. એવી જ રીતે લાસ્ટ એક વર્ષથી કુટુંબના સભ્ય રોહીતભાઈ દ્વારા મ્યુઝિકલ ક્વીઝ ચલાવવા આવે છે, જેમા એક મ્યુઝીક વગાડવામાં આવે એ ગીતના શબ્દો 2 મીનીટમાં કહેવાના આમ દરરોજ વોટસએપ થી ગેટ ટુ ગેધર કરી પરિવારની એકતા જળવાઈ રહે છે.
વાંચો: મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ "વિકીડાનો વરઘોડો" 8મી જુલાઇએ રીલિઝ થશે.