ભારતને બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે તેની પત્ની હેઝલ કીચ સાથેના પુત્રનો એક વીડિયો શેર કર્યો છે. યુવરાજ સિંહે પોતાના પુત્રની આ સુંદર પોસ્ટ શેર કરીને ચાહકોને ભાવુક કરી દીધા છે.
તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે આ વર્ષે જાન્યુઆરીમાં પુત્રને જન્મ આપ્યો હતો. યુવરાજ સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના પુત્રને હાથમાં લઈને ફરતો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન યુવરાજ સિંહ અને હેઝલ કીચ હોસ્પિટલમાં જોવા મળે છે. આ વીડિયોમાં યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે માતા તરીકેની તેની 9 મહિનાની સફર ફેન્સ સાથે શેર કરી છે. જો કે આ વીડિયોમાં યુવરાજ સિંહના પુત્રનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહે 12 નવેમ્બર 2015ના રોજ હેઝલ કીચ સાથે સગાઈ કરી હતી. આ પછી બંનેએ 30 નવેમ્બર 2016ના રોજ લગ્ન કરી લીધા. યુવરાજ સિંહે શીખ ધર્મના હોવા છતાં એક ખ્રિસ્તી યુવતી અને અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. યુવરાજ સિંહે ભારતને 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.