અમદાવાદ ખાતે એસ્ક્યુ પ્રોડક્શન હાઉસ દ્વારા મિસ્ટર એન્ડ મિસિસ ઇન્ડિયા મોડલ હન્ટ 2021-22ના ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓડિશનમાં જયુરી મેમ્બરમાં પલ્સ સાઈઝ મોડલ ઇન્ફલુનઝર શૈલી મેહતા, બ્લોગર ઇન્ફલુનઝર રિયા મર્ચન્ટ અને શો ઓર્ગેનાઈઝર સાદિક કુરેશી જોડાયા હતા. બ્યુટીફૂલ ચાર્મીગ મોડલ શૈલી મેહતા જોડે વાત કરતા જણાવ્યું હતું કે "અમદાવાદથી અમને ખુબ સારુ ટેલેન્ટ મળ્યું, આ શોનું ફાઇનલ દેહરાદૂન ખાતે યોજાશે.
શૈલી મેહતાએ વધુમાં કહ્યું કે "હું એક પલ્સ સાઈઝ મોડલ છું પણ મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં સાઈઝ મેટર કરતી નથી, જો તમારામાં ટેલેન્ટ આત્મવિશ્વાસ હોય પોતાને જે યોગ્ય લાગે એ કરવાની ધગશ છે તો તમે આગળ વધી શકો છો. મારું ડ્રિમ મિસ યુનિવર્સ બનવાનું છે મને રન વે, પીજેન્ટ શો કરવા ખુબ ગમે છે. હું સુપર મોડલ બનવા માગું છું. આ શૉનું ફાઇનલ દેહરાદૂન ખાતે યોજવામાં આવશે. ફાઇનલમાં રોહિત ખડેરવાલ અને શાલિની ગુપ્તા જોડાશે.
| Click Here |