અમદાવાદ હોટલ પ્રાઈડ ખાતે ગ્લેમઅપ ફેશન વૉક ૨૦૨૨નું આયોજન મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ મિસ કેયા વાજા અને સીઈઓ પિન્કમ એન્ટરટેઇનમેન્ટ મિસ્ટર મિત પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શૉમાં ૬૫થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગ્લેમઅપ ફેશન વૉકની ભવ્ય સફળતા બાદ હવે આની સીઝન ૨ પણ ટૂંક સમયમાં આવશે.
મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કેયા વાજાએ વાત કરતા જણાવ્યું હતું કે, આ મારો પોતાનો શૉ હતો. મિસ્ટર, મિસ, ચાઈલ્ડ જે લોકો વિનર બન્યા છે એમને એક આલ્બમ સોન્ગ કરવાનો મોકો મળશે. આ શૉની ભવ્ય સફળતા પછી હવે હું આગળ આવા શૉ કરતી રહીશ. કેયા વાજા હવે શ્રીલંકામાં પણ પોતાના હુનરનો જલવો દેખાડશે ઇન્ડિયાનું નામ વધુ રોશન કરશે.
વાંચો: જો તમારી ઉંમર 18 વર્ષની થઈ છે, વોટર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો તમે પણ ઘરે બેઠા આટલું કરો..
Tags:
Entertainment