છત્રી રેઇનકોટ કાઢી રાખજો, બે દિવસમાં ભારે વરસાદની શક્યતા

   ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના મતે, ૧૯ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ૧૯ ઓગસ્ટે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે.
૨૦ ઓગસ્ટે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવઈ છે તેમ જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમ જ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે. ૧૯ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી વરસાદ વરસી શકે છે. ૨૦ ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
Previous Post Next Post