ગુજરાતી નાટકો હવે ગમે ત્યારે માત્ર એક ક્લિકથી જોઈ શકાશે.

 "શેમારૂ" વર્ષોથી કલા સ્વરૂપને પ્રોત્સાહન આપતી આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય થીયેટર કલ્ચરને પ્રોત્સાહન આપવાનો છે. આજના આ આયોજન દ્વારા એક જ છત નીચે ગુજરાતી મનોરંજનના સૌથી મોટા અને લોકપ્રિય કલાકારો એકઠા થયા છે. આજનો કાર્યક્રમ ગુજરાત્તી નાટ્ય કલા સ્વરૂપને વધુ લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે. શેમારૂના સી.ઈ.ઓ. હિરેન ગડાએ કહ્યું કે, નાટક રસીક પ્રેક્ષકોને મનોરંજન પીરસવાનો આ અનોખો પ્રયાસ છે. ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની આ નવતર પહેલ છે. ગુજરાતી નાટકો હવે ગમે ત્યારે એક ક્લિક માત્રથી જોઈ શકાશે.

ગુજરાતી દર્શકોને વૈવિધ્યસભર નાટકો સાથે લાગણી અને પ્રેમથી જોડવાનો ઉધ્યેય છે. અમે વર્ષોથી થીયેટર આર્ટ ફોર્મને જાળવી રાખવામાં અને તેને પ્રચલિત કરવામાં અગ્રેસર રહ્યા છીએ. ૨૫૦થી વધુ નાટકોની અમારી વિશાળ લાઇબ્રેરી તેનો પુરાવો છે. તાજેતરમાં જ અમારા પ્લેટફોર્મ પરથી ગુજરાતી મૂવીના વર્લ્ડ પ્રીમિયમ શો અને ફિલ્મો રીલિઝ થઈ છે જેમાં તાજેતરમાં જ "સ્વાગતમ્" "શું થયું", "ચાસણી" જેવી ફિલ્મો વાતવાતમાં અનનોન ટુ નોન જેવી વેબ સીરીઝ રીલીજ થઈ છે.

ગુજરાતી ફિલ્મ જગત અને નાટક ક્ષેત્રે જાણીતા અદાકાર સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે, ભારતના સૌથી લોકપ્રિય ઓટિટી પ્લેટફોર્મ એવું "શેમાર્મી" નાટકાના પ્રભુત્વને જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેમણે નાટકની વિશાળ શ્રેણી રજ કરીને પ્રેક્ષકો માટે શ્રેષ્ઠ મનોરંજન લાવવામાં કોઈ કસર છોડી નથી. આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ રાંદેરિયા, તેજલ વ્યાસ, કેતકી દવે, ધર્મેશ વ્યાસ, પ્રતિમા ટી, સંજય ગોરડિયા જેવા મહાનુભો હાજર રહ્યા હતા.

Previous Post Next Post