પેલેડિયમ અમદાવાદમાં કુમાર સાનુની હાજરીથી ઉમટ્યું ઉત્સાહ; 15 નવેમ્બરે રાજપથ ક્લબમાં સદાબહાર સંગીતમય રાત્રીનો સુવર્ણ અવસર.

      ભારતના સુપ્રસિદ્ધ અને દાયકાઓથી લાખો દિલોમાં સ્થાન ધરાવતા ગાયક કુમાર સાનુ આજે પેલેડિયમ અમદાવાદ ની મુલાકાતે આવ્યા હતા. તેમની આગમને મોલમાં સંગીતપ્રેમીઓ, મુલાકાતીઓ અને મીડિયામાં અલગ જ ઉત્સાહ જગાવ્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે અમદાવાદના લોકોના પ્રેમ અને પોતાની આવનારી લાઈવ કોન્સર્ટ અંગે આનંદ વ્યક્ત કર્યો.

    સુરોની દુનિયામાં ‘મેલોડી કિંગ’ તરીકે ઓળખાતા કુમાર સાનુએ 90ના દાયકામાં બોલીવુડ સંગીતને નવો આયામ આપ્યો. “ચૂરા કે દિલ મેરા”, “તુઝે દેખા તો યે જાણા સનમ”, “ધીરે ધીરે સે મેરી ઝિંદગી”, “મેરે ખ્વાબોં મેં જો આવે”, “એક લડકી કો દેખા તો એસા લાગા”, “જીયે તો જીયે કૈસે ”— જેવી ગીતો આજે પણ તમામ પેઢીઓના દિલમાં તાજગી સાથે ધબકે છે. પ્લેબેક સિંગિંગમાં એક જ દિવસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ હોય કે 5 ફિલ્મફેર એવોર્ડ નો સુવર્ણ દોડ—કુમાર સાનુનો સફર ભારતીય સંગીત ઈતિહાસનો ગૌરવ છે.

     15મી નવેમ્બર 2025ના રોજ રાજપથ ક્લબ ખાતે યોજાનાર આ લાઈવ કોન્સર્ટ અમદાવાદ માટે સંગીતની અનોખી રાત સાબિત થવાની છે. શહેરના સંગીતપ્રેમીઓ માટે આ માત્ર કોન્સર્ટ નહીં, પરંતુ યાદોના દરિયામાં ડૂબકી લગાવવાની તક છે—જ્યાં સદાબહાર પ્રેમગીતો, રોમેન્ટિક મેલોડીઝ અને 90ના દાયકાની નોસ્ટેલ્જિયા ઉમેદિયાળ માહોલમાં જીવંત થશે.

     કુમાર સાનુએ મીડિયાને જણાવ્યું: “અમદાવાદ હંમેશા મારી માટે ખાસ રહ્યું છે. અહીંની પ્રજા સંગીતને દિલથી પ્રેમ કરે છે. રાજપથ ક્લબમાં હું મારા તમામ પ્રિય ગીતો લાઈવ રજૂ કરીશ જેથી લોકો સાથે મળીને આ યાદગાર સાંજ માણી શકીએ.”

    પેલેડિયમ અમદાવાદે શહેરને આ પ્રકારના પ્રીમિયમ મ્યુઝિકલ અનુભવો સાથે જોડવાનું વચન આપ્યું છે. તેમની મુલાકાતે મોલમાં મનોરંજન, સંગીત અને ઉજવણીનો સંમિશ્રણ સર્જાયો. કોન્સર્ટ દરમિયાન પ્રેક્ષકોને વિશેષ લાઇટિંગ, અલ્ટ્રા-પ્રિમિયમ સાઉન્ડ સિસ્ટમ અને ભવ્ય સ્ટેજ ડિઝાઇન સાથે એક એવો અનુભવ મળશે જે તેમને 90ના દાયકાના સુવર્ણ યુગમાં પાછા લઈ જશે. અમદાવાદના હજારો સંગીતપ્રેમીઓ માટે આ એક એવો કાર્યક્રમ છે જેને ચૂકવો શક્ય નથી—કારણ કે કુમાર સાનુ સાથેજ આવી રહ્યો છે એક એવી સાંજ જે દિલને સ્પર્શી જશે.

Previous Post Next Post