₹2.5 લાખ કરોડના ભારતના ગિફ્ટિંગ ઉદ્યોગને ધબકતું પ્લેટફોર્મ – ગિફ્ટ ગુજ એક્સ્પો 2025નો અમદાવાદમાં ભવ્ય આરંભ.

      ગુજરાતનો સૌથી વધુ અપેક્ષિત બી2બી ગિફ્ટિંગ ઇવેન્ટ ગિફ્ટ ગુજ એક્સ્પો 2025 આજે વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, સોલા ખાતે ભવ્ય રીતે શરૂ થયો. આ ત્રિદિનસી એક્સ્પોએ પ્રોક્યોરમેન્ટ હેડ્સ, કોર્પોરેટ કંપનીઓ, ગિફ્ટિંગ એજન્સીઓ અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોને ભેગા કરી એક જીવંત અને વ્યાવસાયિક પ્લેટફોર્મ ઉભું કર્યું છે. 5 થી 7 ઓગસ્ટ 2025 દરમિયાન ચાલનારો આ એક્સ્પો તહેવારો માટે ખરીદી અને નવીન ઉત્પાદનોના શોધ માટે શ્રેષ્ઠ તક આપી રહ્યો છે.150થી વધુ એક્ઝિબિટર્સ, 500થી વધુ બ્રાન્ડ્સ અને 3,000થી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે, ગિફ્ટ ગુજ એક્સ્પો 2025 2025 ખાસ કરીને બલ્ક ખરીદદારો અને કોપરેટિવ બેંકો, સહકારી મંડળીઓ, એચઆર/એડમિન ટીમો અને બિઝનેસ એસોસિએશન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.કોર્પોરેટ ગિફ્ટ્સ અને બ્રાન્ડેડ હેમ્પર્સથી લઈને ટેક ગેજેટ્સ, તહેવારની સજાવટ, વેલનેસ પ્રોડક્ટ્સ અને કસ્ટમ મર્ચન્ડાઈઝ સુધી – એક્સ્પોમાં વિવિધ શ્રેણીઓ આવરી લેવામાં આવી છે. 

      ખાસ આકર્ષણમાં ફેસ્ટિવ લોન્ચપેડ ઝોન, લાઇવ કસ્ટમાઇઝેશન ડેમો, બાયર-સેલર લાઉન્જ અને ટ્રેન્ડ સેમિનાર્સ શામેલ છે, જે મુલાકાતીઓને તહેવારો પૂર્વે નવી વિચારધારાઓ અને વેચાણકારો સાથે સીધી જોડાણની તક આપે છે.એક્સ્પોના ઉદ્ઘાટન સમયે, શૌર્ય શાહ, આયોજક તરીકે જણાવ્યું* “ગિફ્ટ ગુજ એક્સ્પો 2025 માત્ર ટ્રેડ એક્સ્પો નથી, પરંતુ તે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે, જે વ્યાપારીઓને સશક્ત બનાવવા, તહેવાર પૂર્વે ખરીદીની યોજના બનાવવામાં મદદરૂપ થવા અને ગુજરાત તેમજ અન્ય વિસ્તારોમાં મહત્વપૂર્ણ બી2બી કનેક્શન્સ સર્જવા માટે રચાયું છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે, કોર્પોરેટ માટે વ્યક્તિગત અને અસરકારક ગિફ્ટિંગ સોલ્યુશન્સ શોધવા માટે આ શ્રેષ્ઠ તક છે.

      એડવોકેટ દેવલ મોદી, એક્સ્પો કમિટીના સભ્ય અને લીગલ એડવાઇઝર તરીકે ઉમેર્યું, “બી2બી ગિફ્ટિંગ સેક્ટર ઝડપથી વિકસતું જઈ રહ્યું છે અને ગિફ્ટ ગુજ એક્સ્પો 2025 જેવા ઇવેન્ટ્સ નવીનતા અને અમલ વચ્ચેની ખાઈને પાટો પાડે છે. અમે ખાતરીપૂર્વક કહી શકીએ કે એક સુવ્યવસ્થિત અને કાનૂની રીતે અનુરૂપ એક્સ્પો દ્વારા દરેક એક્ઝિબિટર અને બિઝનેસ વિઝિટર માટે સુરક્ષિત અને સહજ અનુભવ સુનિશ્ચિત કરીએ છીએ. 

      ભારતમાં ગિફ્ટિંગ ઉદ્યોગનો ઝડપી વિકાસભારતનું ગિફ્ટિંગ ઉદ્યોગ ઝડપી ગતિએ વિકસી રહ્યું છે. માત્ર કોર્પોરેટ ગિફ્ટિંગ માર્કેટનો અંદાજે મૂલ્ય ₹12,000 કરોડ (2024) છે અને તે દર વર્ષે 10% કરતાં વધુની વૃદ્ધિ દરે આગળ વધી રહ્યો છે. વ્યક્તિગત અને તહેવારના ગિફ્ટિંગને લઈને મળીને સમગ્ર ગિફ્ટિંગ માર્કેટ આજે ₹2.5 લાખ કરોડથી વધુનું છે. બ્રાન્ડેડ, કસ્ટમાઇઝ્ડ અને અર્થપૂર્ણ ગિફ્ટિંગ પ્રત્યે વધતી જતી ઝુકાવના કારણે આ ઉદ્યોગે નવા ઊંચાઈઓ હાંસલ કરી છે. ગિફ્ટ ગુજ એક્સ્પો 2025 જેવા ઇવેન્ટ્સ વિક્રેતાઓ અને વ્યાવસાયિક ખરીદદારો વચ્ચે સીધું અને કાર્યક્ષમ જોડાણ ઉભું કરીને આ વૃદ્ધિને આગળ ધપાવે છે. ગિફ્ટ ગુજ એક્સ્પો 2025 , તહેવાર પૂર્વે બલ્ક ખરીદી માટેનું સૌથી વિશ્વસનીય અને ફાયદાકારક પ્લેટફોર્મ બન્યું છે, જ્યાં વિશિષ્ટ ડીલ્સ, નવા ટ્રેન્ડ્સ, અને ટ્રસ્ટેડ વેન્ડર્સ સાથે વન ઓન વન નેટવર્કિંગ ઉપલબ્ધ છે.




Previous Post Next Post