ભિલોડા તાલુકા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ઓબીસી એસસી એસટી એકતા મંચે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક કીટ આપી

   શિક્ષણથી વંચિત રહે નહીં તે હેતુથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી, એસસી, એસટી એકતા મંચે છેવાડા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ મદદરૂપ થવા નક્કી કર્યું છે. કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે ઘણા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવું પડે છે. આ પરિસ્થિતિનો સામનો કરતા જરૂરિયાતમંદ બાળકો માટે ભિલોડા તાલુકા સુનોખ ગામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  સઁજય સિંહ ઠાકોર અરવલ્લી સેના પ્રમુખના હસ્તે સ્કૂલ બેગ, નોટબુકો, પેન પેન્સિલ, પાણી ની બોટલ, કંપાસ સહીત નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ચાલુ વર્ષે 20 હજારથી વધુ આર્થિક રીતે નબળા બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટ આપવા નક્કી કરાયુ છે.

Previous Post Next Post