અમદાવાદ ટાઈમ્સ ફેશન વીક(ATFW) 2022નો શુક્રવારે ઝમકદાર પ્રારંભ થયો છે, તેમાં નવી પેઢીના આશાસ્પદ યુવાન ડિઝાઈનરોના વિવિધ શો જોવા મળ્યા હતા.ટાઈમ્સ ગ્રુપના પ્રયાસથી યોજાયેલા બીઆરડીએસ અમદાવાદ ફેશનવીકની રજૂઆત ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા જેડબ્લુના સહયોગથી કરવામાં આવી હતી અને તેને આસોપાલવ અને એચએસબીસીનુ સમર્થન હાંસલ થયુ હતું. શરૂઆતના દિવસના પ્રથમ શોમાં ગરવી ગુજરાતના સમૃધ્ધ ટેક્ષ્ટાઈલ ક્ષેત્રના વારસા, સંસ્કૃતિ અને પરંપરા દર્શાવતી ડિઝાઈનો રજૂ કરવામાં આવી હતી. આ ડિઝાઈનોમાં કસબની સાથે સાથે આધુનિક લુક પ્રદર્શિત કરવામાં આવ્યુ હતું,જેમાં રોયલ બ્રોકેડ, આશાવલી, હંમેશાં લોકપ્રિય પાટણનાં પટોળાં ટેક્ષ્ચર્સ ટંગાલીયા, અર્થી અને નાજુક અજરખ, બારીક સૂફ તથા સૌદાગરી અને માતાની પછેડી જેવી ક્યારેક જ જોવા મળતો કસબ વિસ્તૃત સ્વરૂપે જોવા મળ્યો હતો.
બીજો શો બીઆરડીએસનો હતો જેમાં,બોલ્ડ પેટર્ન સાથેના મોર્ડર્ન મેમફીઝ અને રેટ્રોકલર પેલેટ, ચંદ્ર પ્રકાશની ભવ્યતા દર્શાવતાં એલાટ્યુન, મેજેસ્ટી અને રોયલ્ટી દર્શાવતાં ડેઝલીંગ ડ્રેગન્સ, જાજરમાન અને બોલ્ડ વસ્ત્રો દર્શાવતા પેરેડાઈઝ પ્રિન્સેસની રજૂઆત કરવામાં આવી હતી. ટોચની ડિઝાઈન સંસ્થાના વિદ્યાર્થીઓએ વૉકીંગ વીલોઝની રજૂઆત કરી હતી. ત્રીજો શો પણ બીઆરડીએસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતો, જેમાં ડિઝાઈન ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓનાં પાંચ કલેકશન રજૂ કરાયાં હતાં. આ કલેકશનમાં એનચેન્ટીંગ ઈજીપ્ત, ઈજીપ્તનાં દૈવી સ્વરૂપોને વ્યક્ત કરતી ટ્રેઈઝર ટ્રો, ફૂલ અને પેસ્ટલનુ જડતર ધરાવતા સિક્રેટ લશ, દરીયાની અંદરના પરવાળાના ખડકોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવેલુ કલેકશન કોરલ રિધમ્સ, સોફટ, બ્રાઈટ અને બોલ્ડ યલો તથા પ્રિસ્ટાટાઈન પોઈઝ ધરાવતુ કલેકશન ટસ્કન સન રજૂ કરાયુ હતું. ચોથો શો જીએલએસ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કુદરતી તત્વોમાંથી પ્રેરણા લઈને ગાર્મેન્ટનુ કલેકશન રજૂ કરાયુ હતું. કોલેસ્ક કલેકશનમાં અતિવાસ્તવ દર્શાવતો અનુભવ રજૂ કરવામાં આવ્યો હતો. વોબલ્સમાં વાયબ્રન્ટ કલર્સ અને ટેક્ષ્ચર રજૂ કરાયાં હતાં. સ્ટ્રકચરાલિઝમની ગતિશીલ ફલેક્સિબિલીટી દર્શાવતુ કલેકશન પ્રેગ્મેટીક તથા બાળકોનાં સરળ ચિત્રોમાંથી પ્રેરણા લઈને ધ વર્લ્ડ નામનુ કલેકશન રજૂ કરવામાં આવ્યુ હતું.
તે પછી યોજાયેલા શો હસ્તયામાં પૃથ્વીનાં વિવિધ તત્વોને આવરી લેવાયાં લઈને પર્યાવરણ અંગે જાગૃતીનો સંદેશો વ્યક્ત કરાયો હતો. મંદિરમાથી પ્રેરણા લઈને ટેમ્પલ્સ ઓઈ ઈન્ડીયા-અજરખ શોમાં વિવિધ ડિઝાઈનો રજૂ કરાઈ હતી. હેન્ડ પેઈન્ટેડ કલેકશન રેર બોટાનિકા ઉપરાંત મેટાવર્સથી પ્રેરાઈને મેટાવર્સ કલેકશન રજૂ કરવામાં આવ્યુ હતું. રૂહાનિયત-ચીકનકારીમાં લખનૌના પરંપરાગત અને સમૃધ્ધ કસબને પ્રદર્શિત કરતી ડિઝાઈન્સ રજૂ કરાઈ હતી. પ્રથમ દિવસના આખરી શોમાં જેડબ્લુ તરફથી શેમ્પેઈન વેડીંગ કલેકશન -22 રજૂ કરાયુ હતું. તેમાં ચમકતા અને ભવ્ય રંગો અને નેચરલ ટેક્ષ્ચર તથા ઉત્કૃષ્ટ ભરતકામ વડે ફલોરલ વર્ક અને પેઈન્ટસના લેટેસ્ટ ટ્રેન્ડને આવરી લઈને લકઝુરિયસ ફીલ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સ્ટાઈલ્સ રજૂ કરવામાં આવી હતી તેમાં કુર્તા, કોટી, જોધપુરી સુટસ, અચકનથી માંડીને શેરવાની માટેની વિવિધ ડિઝાઈનનો સમાવેશ કરાયો હતો.
વાંચો: 'જુગ જુગ જીયો' ના પ્રમોશન માટે વરુણ ધવન અને કિયારા અડવાની અમદાવાદમાં.