સ્પાવેકે પોતાની બ્રાન્ડ ઓળખને નવપલ્લિત કરી, સુપ્રસિદ્ધ ભારતીય અભિનેત્રી સુશ્રી મૌની રોયની પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી.

   સ્પાવેક કે જે KOSÉ કોર્પોરેશનની એક વ્યૂહાત્મક બ્રાન્ડ તેમજ જાપાનની સૌથી મોટી બ્યૂટી એન્ડ કોસ્મેટિક કંપનીઓમાંની એક છે, તેના દ્વારા આજે સુપ્રસિદ્ધ ભારતીય અભિનેત્રી સુશ્રી મૌની રોયની તેની નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી છે, જેથી ભારતમાં તેની બ્રાન્ડ ઓળખને નવપ્રસ્થાપિત કરી શકાય. સ્પાવેકની નવી ટેગલાઈન કહે છે તેમ- ‘તમારી સમુદ્રી સ્પા સુંદરતાને ઉજાગર કરો’, તેમ આ નવપલ્લિત ઓળખમાં પાંચ નવી પ્રોડક્ટ્સને લોંચ કરવાની સાથે બ્રાઈટનિંગ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

વાંચો: આશારામ 3નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, બોબી દેઓલના ચાહકોએ કહ્યું- હવે બધાનું શુદ્ધિકરણ થશે

   આ પ્રસંગે ટિપ્પણી કરતા, કોસે કોર્પોરેશન ઈન્ડિયા પ્રા. લિ.ના ડાયરેક્ટર અને સીઈઓ, શ્રી તાકુયા ઈનામીએ જણાવ્યું હતું કે, “સ્પાવેક હંમેશાથી આધુનિક ભારતીય મહિલાઓની ત્વચાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવામાં અગ્રેસર રહી છે. અમારા સઘન R&D દ્વારા, અમે ભારતીય મહિલાઓની સુંદરતાને નિખારવામાં મદદરૂપ થાય તેવી પ્રોડક્ટ્સને લોંચ કરવા માટે તમામ કુદરતી સમુદ્રી ઘટકોની સાથે અમારી જાપાની નિપૂણતાનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં સફળ રહ્યા છીએ. પાંચ નવી પ્રોડક્ટ્સ સાથે અમારી નવી બ્રાઈટનિંગ સોલ્યુશન રેન્જને લોંચ કરવાની ઘોષણા કરતા અમે ખૂબ રોમાંચ અનુભવીએ છીએ. અમારા નવા બ્રાન્ડ એમ્બેસેડર સુશ્રી મૌની રોય સાથે, અમોને વિશ્વાસ છે કે આધુનિક ભારતીય નારી સાથે સ્પાવેકના જોડાણને અમે વધુ ઊંડાણપૂર્વકનું બનાવી શકીશું. તેમનું અદ્વિતિય, કુદરતી વૈવિધ્યતાપૂર્ણ વ્યક્તિત્વ કુદરત આધારિત સ્પાવેકની પ્રોડક્ટ્સ રેન્જની સાથે ફળીભૂત થાય છે.”    

   આ જોડાણથી ઉત્સાહિત થયેલી સુશ્રી મૌનિ રોયે જણાવ્યું હતું કે, “હું હંમેશાથી જાપાન અને તેની સંસ્કૃતિની ચાહક રહી છું. અને હવે, હું હાઉસ ઓફ KOSÉ સાથે સંકલિત સ્પાવેક સાથે જોડાવાથી ખૂબ રોમાંચિત છું. મારા માટે સૌથી મહત્ત્વનું તો એ છે કે હું એવી બ્રાન્ડ સાથે જોડાઈ છું જેની હાલતા-ચાલતા ચર્ચા છે. હું પણ તમામ કુદરતી વસ્તુઓને જ પસંદ કરું છું અને સ્પાવેક તેની સમુદ્ર-આધારિત કુદરતી ઘટકો ધરાવતી તમામ પ્રોડક્ટ્સ થકી બરાબર આ વસ્તુને જ ઓફર કરે છે. માટે, આગળ મારા અને તમારા માટે ખૂબ રોમાંચકારી સમય રાહ જોઈ રહ્યો છે! જાપાનના સુંદર રહસ્યો હવે છેક તેના ઘરેથી અહીં આપણી પાસે આવ્યા છે. હું તો સ્પાવેક પરિવાર સાથે લાંબો અને સુંદર સંબંધ પ્રસ્થાપિત કરવા માટે ખૂબ ઉત્સુક છું.”

વાંચો: ગુજ્જુ બોય જયેશભાઇ જોરદારના અવતારમાં રણવીર સિંહ પહોંચ્યો અમદાવાદ. 

Previous Post Next Post