IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનું CM હાઉસમાં કરાયું ભાવભર્યું સન્માન,જુઓ, તસવીરોમાં

   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે IPL-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ 'ગુજરાત ટાઇટન્સ'ના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ભાવભર્યું સન્માન કર્યું હતું. આ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ ટીમે તેની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં વિજેતા બની સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ ટીમને વિજેતા બનતા જોઇને દરેક ગુજરાતીની છાતી ગર્વથી ફુલી જાય તેવો માહોલ ફાઇનલ મેચમાં સર્જાયો હતો. 

વાંચો: ગુજરાતે રાજસ્થાનનો પતંગ કાપ્યો, હાર્દિક બ્રિગેડ ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બની

   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાઇનલ મેચની રોમાંચક પળો વિશે ખેલાડીઓ સાથે વાત કરી હતી સાથે-સાથે બાળપણમાં ક્રિકેટ રમવાના તેમના સંસ્મરણો પણ તાજા કર્યા હતા.ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ સોશિયલ કોઝ માટેની પ્રસંશનીય પહેલ કરતા ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ‘ બેટ ’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યુ હતું. આ બેટની હરાજી વેચાણમાંથી થનારી આવક રાજ્યની દિકરીઓના શિક્ષણ - કન્યા કેળવણી માટે વપરાશે. 

વાંચો: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા, શનિવારે જ સરકારે ઘટાડી સુરક્ષા.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની જીત પાછળનો સફળતા મંત્ર વર્ણવતા કહ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધારે ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વર્ધન કર્યું તેનાથી એક અલગ જ ઉર્જા સૌ ખેલાડીઓને મળી હતી. કોચ આશિષ નેહરા, વાઈસ કેપ્ટન રાશિદ ખાન, ઓપનર શુભમન ગીલ તથા રિદ્ધિમાન સાહા વગેરે ખેલાડીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

વાંચો: ખતરોં કે ખિલાડી 12: રોહિત શેટ્ટીના શોમાં જોવા મળશે આ 13 સ્ટાર્સ, ટૂંક સમયમાં કેપટાઉન જવા રવાના થશે.

Previous Post Next Post