આજની કારમી મોંઘવારીમાં ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકતા નથી ત્યારે આયુષ્માન કાર્ડ દ્વારા સરકારી જ નહિ ,પણ ખાનગી હોસ્પિટલ માં તબીબી સારવાર મેળવવી શક્ય બન્યું છે. આ જોતાં આયુષ્યમાન કાર્ડ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે. બન્યું એવું કે,ગરીબ અને જરૂરીયાત મંદ લોકો ને ઘેર બેઠા આયુષ્યમાન કાર્ડ મળે તેવા હેતુથી ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ અને ઇડર મુસ્લિમ કસ્બા જમાત દ્વારા આયુષ્યમાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં કાર્ડ મેળવવા સવાર થી ભીડ જામી હતી. માત્ર મુસ્લિમો જ નહિ, અન્ય સમાજ ના જરૂરીયાત મંદ પરિવારને પણ કાર્ડ લેવા માટે હૂસેનીચોક પહોંચ્યા હતા. આ જોઇ મુસ્લિમ સ્વયંસેવકોમાં પણ એક અદમ્ય ઉત્સાહ હતો. તેમનો એક જ હેતુ હતો કે વધુ ને વધુ લોકો આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લે. કેમ્પમાં આવનાર લોકોને સ્વયંસેવકો સતત માર્ગદર્શન આપી રહ્યા હતા. એટલું જ નહીં ,આવનાર તમામ લોકો માટે બેસવાની વ્યવસ્થા કરાઇ હતી ચા-પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વાંચો: બાઉન્સ ઇન્ફિનિટી ઇલેક્ટ્રિક સ્કૂટર 65kmph ટોપ સ્પીડ અને 85km રેન્જ સાથે લોન્ચ થયું. કિંમત માત્ર..
Get Offers: Make Money Per day $100 (Click Here)
વાંચો: શહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાના જન્મદિવસ પહેલા અનાથાશ્રમ પહોંચી
આ ભીડ વચ્ચે જરૂરિયાત મંદ મુકેશ અને ધવલ ( નામ બદલ્યું છે ) યુવકો પણ હતા પણ બંને ની આંખોમાં આંસુ હતા. આ વાત થી ભીડ અજાણ હતી પણ એક મુસ્લિમ કાર્યકરની નજર સીધી આ યુવાનોની આંખો સાથે મળી અને જોયું તો યુવકોની આંખોમાં અશ્રુ ધારા વહેતી હતી. આ જોઈને મુસ્લિમ કાર્યકરે તેમની સાથે વાત કરી ત્યારે મુકેશ અને ધવલે પોતાની વેદના રજૂ કરી કે તેનું જન્મજાત બાળક ઇડર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એ પોતે છૂટક મજૂરી કરી અને ઘરનું ગુજરાન ચલાવે છે પણ તેના બાળકને બચાવવા માટે તેને રોજ ખાનગી હોસ્પિટલમાં 20,000 રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડે છે.
અત્યાર સુધીમાં તેનો ૮૦ હજારનો ખર્ચ થઇ ચૂક્યો છે અને હજુ એકાદ લાખ રૂપિયાનો ખર્ચો થાય તેવી શક્યતા છે. આટલું કહેતા કહેતા તે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમનું કહેવું હતું કે, હવે અમારી પાસે માસૂમ બાળકની સારવાર માટે પૈસા ની વ્યવસ્થા થાય તેમ નથી. જો આયુષ્યમાન કાર્ડ હોય તો અમારા પૈસા બચી શકે છે. આ વાતની જાણ થતાં જ મુસ્લિમ યુવા કાર્યકરોએ તમામ કામને પડતું ને ઉચ્ચ આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાનો સંપર્ક કર્યો હતો.
મેગા કેમ્પને સફળ બનાવવા ખુદ ડો.કાપડિયા વહેલી સવારથી જ અમદાવાદ થી ઈડર આવી પહોંચ્યા હતાં, પણ મેગા કેમ્પ આયોજિત કરવાનો હોઈ ખેડબ્રહ્મા ખાતે પણ મીટીંગમાં વ્યસ્ત હતા. પણ આ વાત જાણી તેમણે પણ એક ગરીબ દર્દી મદદરૂપ થવાની ભાવના સાથે ચાલુ મીટીંગે તાત્કાલિક ખાનગી હોસ્પિટલના ડોક્ટર સાથે સંપર્ક કરવા કાર્યકરોને જણાવ્યું હતું.
આટલું કહેતા જ મેગા કેમ્પ ને બાજુ એ રાખી મુસ્લિમ સ્વયંસેવકો મુકેશ અને ધવલ ને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ જઈ ડો. મહેશ કાપડિયા સાથે બાળ દર્દીની સારવાર કરતા ડોક્ટર સાથે વાતચીત કરાવી હતી.તેમની સૂચનાથી જરૂરી દસ્તાવેજો રજુ કરતા આયુષ્યમાન કાર્ડ ઘડીભરમાં એપ્રુવલ કરાવી દેવાયું હતું. હોસ્પિટલ નો ખર્ચ બચી જતા મુકેશ અને ધવલની આંખો ફરી થી છલકાઈ ગઈ હતી.
પોતાની જરૂરિયાત પૂર્ણ થતાં બંને યુવકો હોસ્પિટલથી સીધા જ હૂસેનીચોક ખાતે આવી પહોંચ્યા હતા. મુકેશ અને ધવલ એટલા જ ખાનદાન હતા કે મેગા કેમ્પના સ્થળે આવી મુસ્લિમ કાર્યકરોને ગળે મળીને આભાર મળ્યો હતો. બને યુવકો આંખ માં આંસુથી રોકી શક્યા હતા, આ દ્રશ્ય જોઈ મેઘા એમના ઉપસ્થિત તમામ લોકોની આંખો માં ય આંસુ સરી પડ્યા હતા. જાણે માનવતા મહેકી ઊઠી હતી. નાત જાતના ભેદભાવ વિના થતા એકબીજા ને મદદ કરવાની ભાવનાએ મેગા કેમ્પમાં કોમી એકતાનું દ્રશ્ય જીવંત બનાવ્યું હતું.
ઇડર શહેર કસ્બા જમાતના પ્રમુખ હારુન પઠાણ, આસિફ બેલીમ, અમજદ પઠાણ, વહીદ બેલીમ, રાશિક નાયક, સંજય પઠાણ, ફરહાન પઠાણ સહિત તમામ યુવા કાર્યકરોએ મેગા કેમ્પ ને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ભાજપ નેતા પૃથ્વીરાજસિંહ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી યુવા મુસ્લિમ સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.