અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે મિસ્ટર એન્ડ મિસિસ ઇન્ડિયા સ્પેશિયલી એબ્લડ 2021-22ની માહિતી આપવા પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વખત દિવ્યાંગ બાળકોમાં રહેલા ટેલેન્ટને બાહર લાવવા આ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. શોનું આયોજન સાર્થક ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે.
વાંચો: ટપ્પુ જલ્દી છોડી શકે છે 'તારક મહેતા'! શું છે કારણ...
સાર્થક ટીમના ફાઉન્ડર અમિત તિવારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "આ શૉની શરૂઆત ઝારખંડ 3 ડિસેમ્બરથી થઈ છે જેમાં ઝારખંડના રાજ્યપાલ રમેશ બેસ સર મુખ્ય મેહમાન રહ્યા હતા. અમારા શોના ઓડિશન છેલ્લા એક મહિનાથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે. સૌપ્રથમ વખત ઇન્ડિયાના ઇતિહાસમાં આ શૉ થશે.
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ, શશીકુંજ પાલનપુર, મમતા મઁદિર જેવા ઘણા ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ અમને મળ્યો છે. આ શો સાથે જોડાવવા તમે ડાયરેક્ટ કોલ અથવા વોટ્સઅપ કરી શકો છો. ધૃતિ મેમ, પૃથ્વી સર, નિલેશ સર જોડે પણ તમે સંપર્ક કરી શકો છો. ટૂંક સમયમાં ગુજરાતમાં થનાર સેમી ફાઇનલની તારીખ જાહેર કરાશે.
વાંચો: ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સૌપ્રથમ સેલિબ્રિટી પ્રીમિયર લીગ.