ગુજરાતમાં પ્રથમવાર બીચ થીમ પર પીઝા આઉટલેટ "ઈબીઝા" પીઝા સ્ટોરનું લોન્ચિંગ કરાયું હતું. આ પીઝા સ્ટોર અમદાવાદીઓને બીચના અનુભવનો અહેસાસ કરાવશે, સાથે સાથે મ્યુઝિક, મોકટેલનું મનોરંજનનો ય આનંદ માણવાની તક મળશે. અમદાવાદ શહેરમાં રાજપથ ક્લબ પાસે શરૂ થયેલા "ઈબીઝા" પીઝા સ્ટોર સ્ટોરના માલિક આશ જોશીએ જણાવ્યું કે આ અમારી પ્રથમ પહેલ છે ગુજરાતમાં "ઈબીઝા" પીઝા સ્ટોરએ પ્રથમ સ્ટોર છે આગળ અમે 8થી વધુ સ્ટોર ખોલવા માંગીએ છીએ.
વાંચો: શહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાના જન્મદિવસ પહેલા અનાથાશ્રમ પહોંચી
વાંચો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫માં એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧નો શુભારંભ કરાવ્યો.
અમારો મૂળ ઉદ્દેશ એ છે કે, ગુજરાતીઓને વૈવિધ્યસભર અને કંઈક અલગ સ્વાદના પીઝાનો ટેસ્ટ માણવા મળે. ઈબીઝા સ્ટોરમાં પીઝાની એવી વેરાયટી જોવા મળશે કે જે અમદાવાદ શહેરમાં જોઈ નહીં હોય. "ઈબીઝા" સ્ટોર આશ જોશી, નીરજ પાઠક, વિસ્મય ગજ્જર અને ધવલ ઠક્કરનું એક અનેરું સાહસ છે. સ્વાસ્થ્યને હાનિકારક ન હોય અને એકદમ ફ્રેશ હોય એ રીતે તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં ઈબીઝા સ્ટોરની ફ્રેન્ચાઈઝ પણ આપવા આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદીઓ પીઝાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને પીઝાની વધતી જતી ડિમાન્ડને પગલે નવા કંસેપ્ટ સાથે "ઈબીઝા" સ્ટોર શરૂ કરાયો છે. અમદાવાદીઓ માટે એક પીઝા સાથે એક પીઝા ફ્રી ઓફર લિમિટેડ પિરિયડ માટે શરૂ કરાશે.