આધાર સંબંધિત એક મહત્વનું અપડેટ આવ્યું છે. આ નવા અપડેટથી લોકોની મોટી સમસ્યાનો અંત આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) એ તાજેતરમાં જ એક પોર્ટલ લોન્ચ કર્યું છે, જેના દ્વારા તમે તમારા આધાર પર કેટલા મોબાઇલ નંબર નોંધાયેલા છે તે જાણી શકશો. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ના આ પોર્ટલનું નામ ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) છે. આ સુવિધા ભારતભરમાં હજુ સુધી ઉપલબ્ધ નથી. કેટલાક રાજ્યોમાં આ પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.
TAFCOP એ પોતાની વેબસાઈટ પર લખ્યું છે, 'આ વેબસાઈટ લોકોની મદદ માટે છે. તેના દ્વારા લોકો તેમના આધાર નંબર પર કેટલા મોબાઈલ કનેક્શન ચાલી રહ્યા છે તે જાણી શકશે. અને પછી તમે તે મુજબ કાર્યવાહી કરી શકશો.
વાંચો : ગુજરાતી ફિલ્મ "બેટી ક્યારેય બોજ હોતી નથી" નું સ્ક્રીનિંગ યોજાયો.
આ રીતે તપાસી શકો છો.
- સૌ પ્રથમ (TAFCOP) ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન પર જવું પડશે. Click Here
- તમારે તમારો સંપર્ક નંબર લખવો પડશે.
- વિનંતી OTP ટેબ પર જાઓ.
- આ પછી તમારા નંબર પર એક OTP આવશે.
- માન્ય OTP દાખલ કરો
- આ પછી તમારા આધાર નંબર સાથે સંબંધિત તમામ નંબરો દેખાશે.
- જે નંબર તમારા ઉપયોગમાં ના હોય તેને તેમે બ્લોક અથવા રિપોર્ટ કરી શકો છો
Tags:
Technology
